ઉકાઈ તાલુકાના વાઘનેરા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

0
ઉકાઈ તાલુકાના વાઘનેરા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. 27. – તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના વાઘનેરા ગામે પ્રાકૃતિક ખેતી અંગે બુધવારે યોજાયેલી તાલીમ શિબિરમાં વાઘનેરા અને આસપાસના ગામોમાંથી ખેડૂતો તથા મહિલાઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેનાથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

તાલીમ શિબિરમાં રસાયણમુક્ત ખેતી માટે જૈવિક ખાતરના મહત્વ વિશે સમજ આપવામાં આવી, ઉપરાંત, પ્રાકૃતિક પદ્ધતિથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત તેમજ તેના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા વધારવા અંગે માહિતી આપવામાં આવી હતી.

 

આ તાલીમ શિબિર થકી ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવીને ઓછા ખર્ચે વધુ અને ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *