તાપી જિલ્લામાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ વેગવાન બની

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 27 – તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બુધવારે ઉચ્છલ તાલુકાના ભીંતખુર્દ તેમજ સોનગઢ તાલુકાના ચોરવાડ ગામે વિશેષ સાફસફાઈ ઝુંબેશ હેઠળ ગ્રામજનોએ ગામમાં આવેલી પીવાના અને વપરાશના પાણીની ટાંકી તેમજ તેની આસપાસના વિસ્તારની ગંદકી દૂર કરી ગ્રામજનો દ્વારા સામુહિક સફાઈ હાથ ધરાઈ હતી.
ગામના તમામ જગ્યાએ જંતુમુક્ત અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી આસપાસ ઊગી નીકળેલું ઘાસ અને કચરો હટાવીને વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવાયો હતો. આ સ્વચ્છતા ઝુંબેશમાં ગામના સ્થાનિક લોકો અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાપી જિલ્લાના તમામ બ્લોકમાં સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ વેગવાન બની છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
