ઓલપાડનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૮. ભાઇનાં જીવનમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતિક બનેલાં રક્ષાબંધન પર્વની ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, જીણોદ, નઘોઇ, કમરોલી, મીંઢી, મોર મુખ્ય, મીરજાપોર તથા ભગવા પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દરેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વની મહત્તા સમજાવવામાં આવી હતી. શાળામાં ભણતી બાળાઓએ ખૂબજ સ્નેહપૂર્વક સહઅભ્યાસી ભાઈઓને રાખડીઓ બાંધી હતી. બાળકો દ્વારા બહેનોને યથાશક્તિ ભેટ આપવામાં આવી હતી. ઈન્ચાર્જ સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ તથા કેન્દ્રાચાર્યા મિનાક્ષી પટેલે કેન્દ્રનાં બાળકો સહિત શિક્ષકોને આ પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
