તાપી ‘અભયમ ૧૮૧’ હેલ્પલાઇને કાઉન્સેલિંગ થકી દંપતી વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું

0
અભયમ મહિલા હેલ્પલાઈન નંબર

181

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૭. – રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને સંવેદનશીલતા માટે કાર્યરત ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન’ તાપી જિલ્લામાં પીડિત મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

 

તાજેતરમાં જ તાપી અભયમ ટીમે સમયસૂચકતા અને અસરકારક કાઉન્સેલિંગનો પરિચય આપીને પારિવારિક વિવાદમાં ઘેરાયેલા એક દંપતી વચ્ચે સફળતાપૂર્વક સુખદ સમાધાન કરાવ્યું છે.

 

દંપતીના ૧૦ વર્ષના દાંપત્યજીવનમાં વ્યસન અને ગેરસમજના કારણે ઉદ્ભવેલા કૌટુંબિક વિવાદમાં મહિલાએ કાયદાકીય કાર્યવાહીને બદલે પરિવારને જોડવા માટે ‘અભયમ ૧૮૧’ પર વિશ્વાસ મૂકી મદદ માંગી હતી. મહિલાનો આશય કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે પતિને સમજાવીને પરિવારમાં શાંતિ સ્થાપવાનો હતો.

 

કોલ મળતાં જ તાપી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સંપૂર્ણ ગોપનીયતા જાળવીને બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. ટીમે દંપતીને પરસ્પર વિશ્વાસ અને સન્માનનું મહત્વ સમજાવી, વ્યસન તેમજ ગેરસમજથી પરિવાર પર પડતી નકારાત્મક અસરો વિશે માહિતગાર કર્યા હતા.

 

અભયમ ટીમના ગહન કાઉન્સેલિંગ બાદ પતિએ પોતાની ભૂલનો અહેસાસ કરી, વ્યસન છોડવા તેમજ પત્ની સાથે સન્માનપૂર્વક વર્તવાની લેખિત બાંહેધરી આપી હતી. મહિલાને ‘ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ, ૨૦૦૫’ હેઠળ તેના અધિકારો અને ઉપલબ્ધ કાયદાકીય સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

પતિ દ્વારા સુધારો લાવવાની ખાતરી અપાતાં અને બંને પક્ષોની સંમતિથી અભયમ ટીમે પરિવારમાં પુનઃ ખુશાલીનો સંચાર કરાવ્યો હતો. સમયસર મળેલી સહાય અને કૌટુંબિક શાંતિ પુનઃસ્થાપિત કરવા બદલ પીડિત મહિલાએ તાપી ‘અભયમ ૧૮૧’ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *