મોટામિયા માંગરોલ મુકામે ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ

પયગંબર સાહેબનાં પ્રેમ સમાનતા માનવતા અને કરુણાનાં સંદેશને જીવનમાં ઉતારવા અનુરોધ કરવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૬. સુરત જિલ્લાનાં તાલુકા મથક મોટામિયાં માંગરોલ મુકામે આવેલ ઐતિહાસિક મોટામિયા માંગરોલની દરગાહ ખાતે ઈદે મિલાદુન્નબીનાં દિવસે વર્તમાન ગાદી પતિ હિઝ હોલીનેલ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં સુપત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી હાજર રહ્યાં હતાં. પયગંબર સાહેબનાં મુએ (બાલ) મુબારકની ઝિયારત કરાઈ હતી, ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી દ્વારા પયગંબર સાહેબનાં પ્રેમ સમાનતા માનવતા અને કરુણાનાં સંદેશને જીવનમાં ઉતારવા અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમજ સમગ્ર દેશમાં શાંતિ, ભાઈચારા માટે આજનાં આ દિવસે વિશેષ દુઆ કરવામાં આવી હતી. પાલેજ મુકામે પણ ઉજવણી કરવામાં આવી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
