ડુપ્લીકેટ નંબર પ્લેટવાળી ઈનોવા ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપીઓને ૮.૨૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ/પેરોલ- ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. આજરોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઈ તથા અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇને સંયુક્ત રીતે બાતમી મળેલ કે, “એક સિલ્વર કલરની ટોયેટો કંપની ઇનોવા જેનો નં.- MH-03-Z -6179માં ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી સેલવાસ, નાસિક, માલેગાંવ, નવાપુર મહારાષ્ટ્ર તરફથી સોનગઢ હાઇવે થઇ વ્યારા તરફ આવે છે ” જે બાતમી આધારે વ્યારા ટીચકપુરા બાયપાસ રોડ ઉપર પોલીસે બેરીકેટની આડાશ કરી સોનગઢ તરફથી આવતા વાહનોની નાકાબંધીમાં હતા. તે દરમ્યાન સોનગઢ તરફથી બાતમીવાળી સિલ્વર કલરની ટોયેટા કંપનીની ઇનોવા ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી લઇ ચેક કરતા ઇનોવા ગાડીમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો વ્હીસ્કી- બીયર ટીનનો જથ્થો ભરેલો મળી આવતા. આરોપી- (૧) વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદ રંગરેજ (૨) નિહાલ હુસૈન જાકીર શેખ એ પોતાના કબજાની ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલ ગાડીના રજીસ્ટ્રેશન નંબર GJ-12-FB- 3089 વાળી નંબર પ્લેટ કાઢી તેના બદલે રજીસ્ટ્રેશન નંબર MH-03-Z-6179 વાળી ખોટી નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી વ્હીસ્કી તથા બીયર ટીન મળી બોક્ષ નંગ-૨૭તથા છુટી બાટલી/ટીન નંગ-૫૩ મળી કુલ બાટલી નંગ- ૪૯૭ જેની કુલ કિં.રૂ. ૨,૯૭,૫૩૮/- નો પ્રોહી મુદ્દામાલ વહન કરી લઇ જતા ફોર વ્હીલ ગાડી નંગ-૦૧ કિ.રૂપિયા ૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- તથા નંબર પ્લેટ નંગ ૦૨ મળી કુલ્લે રૂપિયા-૮,૨૨,૫૩૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી અર્થે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
પકડાયેલ આરોપી-
(૧) વસીમ એહમદ ઉર્ફે પીન્ટુ મુનીર એહમદ રંગરેજ ઉ.વ.૩૮ રહે. 12/989 રૂમ નંબર 402 રંગરેજવીલા, ખાટકીવાડ, લાલગેટ, સુરત શહેર
(૨) નિહાલ હુસૈન જાકીર શેખ ઉ.વ.૨૫ રહે. 12/2572 સૈયદપુરા માર્કેટ, પ્રેમગલી, સુરત શહેર
કબજે કરેલ મુદ્દામાલ-
(૧) ઇગ્લીશ દારૂની વ્હીસ્કી-બીયર ટીન બાટલી નંગ-૪૯૭ કુલ કિં.રૂ. ૨,૯૭,૫૩૮/-, (૨) ટોયેટો કંપનીની ઇનોવા ફોર વ્હીલ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/-, (૩) મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૨૫,૦૦૦/- કુલ્લે રૂ. ૮,૨૨,૫૩૮/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી બી.જી. રાવલ, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહીર, પેરોલ ફર્લો સ્કોડ તાપી તથા એ.એસ.આઇ. બીપીનભાઇ રમેશભાઇ, હે.કો લેબજીભાઇ પરબતજી, હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ, અ.પો.કો. પ્રકાશભાઇ રામાભાઇ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, ડ્રા.પો.કો. સુનીલભાઇ ખુશાલભાઇ, પો.કો. વિનોદભાઇ ગોકુળભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
