ગંગા સમગ્ર આરતી આયામના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શંભુનાથ પાંડેજી તાપી પ્રાંતની મુલાકાતે

0
ગંગા સમગ્ર આરતી આયામના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શંભુનાથ પાંડેજી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. ગંગા સમગ્ર આરતી આયામના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી શંભુનાથ પાંડેજી એમના રાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન પવિત્ર શ્રાવણમાં તા.26/08/2026 બુધવારના રોજ ગંગા સમગ્ર તાપી પ્રાંતની મુલાકાત માટે કિલ્લે સોનગઢ ખાતે પધારેલ હતાં. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી ગૌમુખધામ ખાતે એમના હસ્તે ગૌમુખ મહાદેવજીની પુજા, મહાઆરતી કરવામાં આવી હતી. સાથેજ ગૌમુખ મંદિર પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

પ્રકૃતિના ખોળામાં અતિ રમણીય વાતાવરણમાં વસેલા મહાદેવના દર્શન કરી છેક બિહારથી પધારેલ ગંગા સમગ્ર બિહાર દક્ષિણ પ્રાંતના સંયોજક શ્રી શંભુનાથ પાંડેજી મહાદેવજીના આશિર્વાદ લઈ અભિભૂત થયાં હતાં. મહાદેવના સાનિધ્યમાં અહીંના આદિજાતિ સમાજના પહેરવેશથી પ્રભાવિત થઈ માજી અને એમનાં પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી વાર્તાલાપ પણ કર્યો હતો. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પદાધિકારીઓ સાથે માજીને તથા સ્થાનિક નાગરિકોને વૃક્ષારોપણમાં સામેલ કર્યાં હતાં.

પદાધિકારીઓ સાથે બેઠક કરી હતી. પ્રકૃતિ ની જાળવણી કરી પર્યાવરણ સાથે સંતુલન જાળવવા, પ્લાસ્ટીકનો વધુ પડતો ઉપયોગ ટાળવા, જળ સંચયને મહત્વ આપવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા અને આસપાસના પરિસરને સફાઈ કરી સફાઈ અભિયાનને મહત્વ આપવા માટે પદાધિકારીઓ સાથે બેઠક દરમિયાન ભાર પૂર્વક આગ્રહ રાખ્યો હતો. ગંગા સમગ્ર તાપી પ્રાંતની મુલાકાત કરી પોતે સંતુષ્ટ થયાનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં વધુ સારી રીતે કામગીરી કરવા માટે શુભકામનાઓ આપી હતી.

પદાધિકારીઓમાં ગંગા સમગ્ર ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ શાહ, પ્રદેશ કાર્યકારિણી સદસ્ય શ્રી સાગરભાઈ વ્યાસ, તાપી પ્રાંત અધ્યક્ષ શ્રી સુદામભાઈ સાટોટે, સોનગઢ ન .પા. કોર્પોરેટર શ્રી કિશોરભાઈ ચૌધરી, જળ સંચય આયામ અધ્યક્ષ શ્રી ચેતનભાઈ ભદાણે, સંપર્ક આયામના મહામંત્રી શ્રી શાંતિલાલભાઈ ગામિત, ગૌમુખ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને માજી સરપંચ શ્રી ભરતભાઈ ગામિત, ઉકાઈ તાલુકા અધ્યક્ષ શ્રીમતિ નયનાબેન પી. માહ્યાવંશી, ગંગા સેવિકા આયામના ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શાહ, શ્રી પ્રફુલભાઈ માહ્યાવંશી, સ્વાસ્થ્ય આયામ અધ્યક્ષ શ્રી જગન્નાથ ગાગરે, આરતી આયામ અધ્યક્ષ શ્રી રમેશભાઈ ગૌતમ વગેરે ખાસ હાજર રહ્યાં હતાં.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *