સાયબર ક્રાઇમ બુલિંગ ગુનાના આરોપીને પકડી પાડતી ડોલવણ પોલીસ

0
Cybercrimebulingdilvan
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૫. તાપી જિલ્લાના પો.સ્ટે વિસ્તારમાં સોશીયલ મીડીયા બુલિંગ હેઠળ દાખલ થયેલ સાયબર ગુનાઓ શોધી કાઢી આરોપી પકડી પાડવા મળેલ સુચનાના અનુસંધાને ડોલવણ સાયબર ક્રાઇમ બુલીંગના ગુનાના આરોપી ભરતભાઇ લક્ષ્મણભાઇ સોલકી રહે- કુંવારશી ગામ, ઠાકોરવાસ તા-દાંતા જી-બનાસકાંઠાને ટેકનીક્લ સર્વેલન્સના આધારે તા-૨૫/૦૮/૨૦૨૬ ના રોજ પકડી લઇ પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે ફરીયાદીની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પોતાના મોબાઇલમાં ચાલુ કરી તેમાં રહેલા ફોટાનો ઉપયોગ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વ્યક્તિગત રીતે ઉપયોગ માટે પોસ્ટ કરેલ તથા આ કામના ફરીયાદીના મિત્રને નાલાયક ગાળો આપી હોવાની કબુલાત કરેલ છે. જેને કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢી પ્રસંસનીય કામગીરી કરતી ડોલવણ પોલીસ.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

પોલીસ ઇન્સપેકટર એમ.ડી. ગામીત, વુ.હે.કો. બબીતાબેન કુંદનભાઇ, વુ.પો.કો. અલ્પિતા બાબુભાઇ, અ.પો.કો. નરેશભાઇ નટુભાઇ.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *