નવરચિત ઉકાઈ તાલુકામાં યોજાશે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો

0
નવરચિત ઉકાઈ તાલુકામાં યોજાશે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો ai generated
Contact News Publisher

૧૨થી વધુ કંપનીઓમાં ૫૫૦થી વધુ જગ્યાઓ માટે ભરતી; ધોરણ ૮ પાસથી સ્નાતક સુધીના ઉમેદવારોને રોજગારીની તક

—-

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫ : તાપી જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વ્યારા અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તાપીના સંયુક્ત ઉપક્રમે તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી રિક્રિએશન ક્લબ, GEB કોલોની, ઉકાઈ, તાલુકો-ઉકાઈ, જિલ્લો-તાપી ખાતે “જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો” યોજાશે.નવરચિત ઉકાઈ તાલુકામાં યોજાશે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો

 

આ ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રની ૧૨થી વધુ કંપનીઓ/સંસ્થાઓ દ્વારા ૫૫૦થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં ધોરણ ૮ પાસ, ધોરણ ૧૦ પાસ, ધોરણ ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ રોજગારીની તકો ઉપલબ્ધ રહેશે.

 

ભરતી મેળામાં ટ્રેઈની, મશીન ઓપરેટર, એપ્રેન્ટિસ, સેલ્સ ઓફિસર, માર્કેટિંગ ઓફિસર, બેક ઓફિસ, વેલ્થ એડવાઈઝર, ગ્રુપ લોન ઓફિસર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, ફિટર સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

 

રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત થનારા ઉમેદવારોએ પોતાની લાયકાત અને અનુભવના પ્રમાણપત્રોની નકલો તથા બાયોડેટાની પાંચથી વધુ નકલો સાથે સ્વયં ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉમેદવારોએ પોતાની લાયકાતને અનુરૂપ કંપનીઓની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

તાપી જિલ્લાના વધુમાં વધુ રોજગારવાંચ્છુ યુવાનો આ રોજગાર ભરતી મેળાનો લાભ લઈ રોજગારીની તક પ્રાપ્ત કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવી અપીલ જિલ્લા રોજગાર અધિકારીશ્રી વિનોદ ભોયેદ્વારા કરવામાં આવી છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *