ઉચ્છલના મીરકોટ ગામે સ્વચ્છ ભારત મિશન હેઠળ બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળોએ સ્વચ્છતા ઝુંબેશ વેગવાન બની

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫ :- તાપી જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત ગ્રામીણ વિસ્તારોને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાના આશયથી દૈનિક ધોરણે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામે સ્વચ્છતા ઝુંબેશ હેઠળ ગ્રામજનો દ્વારા સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ.
મીરકોટ ગામના જાહેર સ્થળ એવા સ્થાનિક બસ સ્ટેન્ડ અને તેની આસપાસના પરિસરમાં ગ્રામજનો દ્વારા એકત્રિત થઈને વ્યાપક સાફસફાઈ કરવામાં આવી હતી. બસ સ્ટેન્ડ પરિસરમાં જમા થયેલો કચરો, પ્લાસ્ટિક અને ઝાડી-ઝાંખરા દૂર કરી સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.
આ તકે સ્થાનિક ગ્રામજનોએ સ્વચ્છ ભારત મિશનમાં સક્રિય સહભાગી થઈને પોતાના ગામને સ્વચ્છ અને સુંદર રાlખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
