‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ઉચ્છલના નારણપુર ગામે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૪ :- ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક ધોરણે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૨૩ ઓગસ્ટના રોજ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે સ્વચ્છતા ઝુંબેશ યોજાયો હતો.
આ ઝુંબેશ દરમિયાન ગામના મુખ્ય રસ્તાઓ, જાહેર જગ્યાઓ તેમજ દુકાનોની આજુબાજુના વિસ્તારોમાંથી કચરો અને પ્લાસ્ટિક એકત્રિત કરી સાફસફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ, સંબંધિત વિભાગના સ્ટાફ દ્વરા ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ગામને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
