વાલોડના દેગામા ખાતે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૨૪ – તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના દેગામા ખાતે સોમવારે આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મોડેલ ફાર્મ ખેડૂત જયેશભાઇ ચૌધરી, નિલેશભાઈ ચૌધરી અને સુનાબેન ચૌધરી દ્વારા સ્થાનિક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો તેમજ પંચસ્તરીય મોડેલ વિશે પોતે મેળવેલા અનુભવો અને ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત, સ્થળ પર જ ખેડૂતોને ‘જીવામૃત’ બનાવવાનું જીવંત નિદર્શન બતાવવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને જમીનની ફળદ્રુપતા અને બિન-રાસાયણિક ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બ્લોક ટેકનોલોજી મેનેજર ધર્મેશભાઈ એચ. ગામીત, તાલુકા પ્રોજેક્ટ મેનેજર જયદીપભાઈ એચ. ગામીત તથા એગ્રી આસિસ્ટન્ટ પાયલબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
