મુખ્યમંત્રી માતૃશક્તિ અને પોષણ સુધા યોજનાથી દૂર થઈ પરચુલીના ધાત્રી માતા નિર્મળાબેનના પોષણની ચિંતા

Oયોજનાઓના મળતાં લાભ બદલ સરકારનો આભાર વ્યક્ત કરતાં નિર્મળાબેન ગામીત
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪. :- તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના પરચુલી ગામના રહેવાસી તથા ધાત્રીમાતા નિર્મળાબેન ગામીત પરચુલી-૧ આંગણવાડી કેન્દ્રના લાભાર્થી છે. માતા અને બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પોષણલક્ષી યોજનાઓ નિર્મળાબેન જેવા ગ્રામીણ વિસ્તારના અનેક પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. આંગણવાડી કેન્દ્ર મારફતે મળતી સેવાઓથી તેમના બાળકના સર્વાંગી વિકાસમાં મોટો ટેકો મળી રહ્યો છે.
આ પ્રસંગે નિર્મળાબેન ગામીતે કહ્યું કે, આંગણવાડીના માધ્યમથી મને યોજનાઓના લાભ સાથે આરોગ્ય, સ્વચ્છતા અને પોષણ સંબંધિત જરૂરી માર્ગદર્શન નિયમિતપણે આપવામાં આવે છે. પોતાના અને બાળકના ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યને લઈને આંગણવાડી કેન્દ્ર દ્વારા ખૂબ જ કાળજી લેવામાં આવે છે. વહીવટી તંત્ર તથા સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા નિર્મળાબેને આ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નિર્મળાબેનને આંગણવાડી કેન્દ્ર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ અને ‘પોષણ સુધા યોજના’ હેઠળ પૌષ્ટિક આહારનો લાભ સમયસર પ્રાપ્ત થઈ રહ્યો છે. આ ઉપરાંત, ધાત્રી માતા અને બાળકની પોષણ સંબંધી જરૂરિયાતો પૂરી કરવા માટે ટેક હોમ રેશન અને દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ વિતરણનો લાભ પણ સતત મળી રહ્યો છે. સરકારી યોજનાઓના સફળ અમલીકરણના કારણે તેમને પોતાના અને બાળકના સ્વાસ્થ્ય અંગે કોઈ ચિંતા કરવી પડતી નથી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
