સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવા તાપી વહીવટી તંત્ર કટીબધ્ધ

આગામી દિવસોમાં મહેસુલ,આરોગ્ય,શિક્ષણ, ખેતીવાડી, મહિલા અને બાળ વિકાસ,સમાજ સુરક્ષા,જાતિના દાખલાઓ વિગેરે માટે સુચારૂ આયોજન કરી સરકારશ્રીની સેવાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સબંધિત વિભાગો સાથે નિવાસી અધિક કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચાડવા માટે જિલ્લા સમાહર્તા શ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજરોજ નિવાસી અધિક કલેકટર શ્રી આર.આર.બોરડ ના અધ્યક્ષ સ્થાને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે જિલ્લા સેવા સદન સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
સરકારશ્રીની વિવિધ સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચે અને એકપણ લાભાર્થી બાકાત ન રહી જાય તે માટે આગામી દિવસોમાં ઝૂંબેશ કરીને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા વહીવટી તંત્ર કટીબધ્ધ છે. નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ એ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, મહેસુલ,આરોગ્ય,શિક્ષણ, ખેતીવાડી, મહિલા અને બાળ વિકાસ,સમાજ સુરક્ષા,જાતિના દાખલાઓ વિગેરે લાભો લોકોને સરળતાથી મળી જાય તે માટે સુચારૂ આયોજન કરી સરકારશ્રીની સેવાઓના લાભો છેવાડાના માનવી સુધી આગામી દિવસોમાં પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
મહેસુલી કામો વારસાઈ નોંધ, જાતિના દાખલાઓ જન સેવા કેન્દ્રોમાં સરળતાથી કામ થાય તે માટે માલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓને સૂચન કર્યું હતું. ગ્રામ્ય કક્ષાએ ગ્રાસરૂટ લેવલ પર શિક્ષકો જાતિના દાખલાઓ માટે તેમજ તલાટીઓ વિધવા સહાય,વૃધ્ધ પેન્શન જેવા લાભોથી વંચિત લાભાર્થીઓની માહિતી સત્વરે મેળવી લાભાર્થીઓને લાભ મળી રહે તેવો પ્રયાસ કરવા જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનીમીયા ના દર્દીઓ માટે વિશેષ શું આયોજન છે તેની માહિતી મેળવી નાણાંકીય સહાય સમયસર રહે તે માટે સૂચન કર્યું હતું.વધુમાં મહિલાઓ,બાળકો અને ધાત્રી માતાઓને પ્રોટીન પાઉડર, કુપોષિત બાળકો માટે ન્યુટ્રીશન લાડુનું પ્લાનિંગ હોવાનું પ્રોગ્રામ ઓફિસરે માહીતી આપી હતી. સમાજ સુરક્ષાની યોજનાઓના લાભ માટે સર્વે કરી યાદી તૈયાર કરી લાભાર્થીઓને આવરી લઈ એક જ દિવસે લાભ મળી રહે તેવુ આયોજન કરવા જણાવ્યું હતું.
જનસેવા કેન્દ્રો ખાતે હેલ્પ ડેસ્કની રચના કરી ચેકલીસ્ટ , પુરાવાઓ તૈયાર કરી સુગમ એ૫લીકેશનમાં એન્ટ્રી કરાવી લોકો સંતૃપ્ત થાય તેવી નક્કર કામગીરી કરવા અધિક નિવાસી કલેકટરે હાકલ કરી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીશ્રી સંદિપ ગાયકવાડ, ,વ્યારા માલતદારશ્રી મનિષ ભોઈ સહિત મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી પણ જોડાયા હતા.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
