સોનગઢ તાલુકાના જુનવાણ આંગણવાડીના ટાબરિયાઓની દેશભક્તિની અનોખી અભિવ્યક્તિ

0
સોનગઢ તાલુકાના જુનવાણ આંગણવાડીના ટાબરિયાઓની દેશભક્તિની અનોખી અભિવ્યક્તિ
Contact News Publisher

તાપી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે…

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 14. – સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈને તાપી જિલ્લા સહિત દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે સોનગઢ તાલુકાના જુનવાણ આંગણવાડીના નાના ટાબરિયાંઓમાં પણ દેશભક્તિનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

આંગણવાડીના ભૂલકાંઓએ પોતાના હાથ અને ગાલ પર રાષ્ટ્રધ્વજના કેસરી, સફેદ અને લીલો રંગ લગાવ્યો છે, ત્યારે આંગણવાડીના ગણવેશ અને ચહેરા પર નિર્દોષ સ્મિત સાથે તેમનામાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્રતા દિવસની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પ્રવૃત્તિનો આશય બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડવાનો હતો. ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વ્યારા ખાતે ૨૩ હજારથી વધુ નાગરિકો ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *