વ્યારામાં યોજાનારી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવવા તાપી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓની અપીલ

તાપી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ દેશપ્રેમના રંગે રંગાઈ, રંગોળી મારફતે દેશપ્રેમનો સંદેશ આપ્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૨ :- વંદે માતરમ્ની ભાવનાને સમર્પિત ‘હર ઘર તિરંગા’ યાત્રા અંતર્ગત તા. ૧૩ ઓગસ્ટના રોજ સવારે થી પ્રસ્થાન કરનારી તાપી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી થવા તાપી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ સૌ નાગરિકોને અપીલ કરી છે.
ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના સાનિધ્યમાં ઉભી રહેલી વિદ્યાર્થિની શ્રુતિ સૂર્યવંશીએ જણાવ્યું કે, વ્યારા ઉનાઈ નાકાથી પ્રસ્થાન કરનારી ભવ્ય તિરંગા યાત્રામાં તાપી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ જોડાઈ રહી છીએ. આ ખાસ અવસરે હું જિલ્લાના દરેક નાગરિકને નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તમે પણ આ યાત્રામાં જોડાઈને દેશપ્રેમની આ ભાવનાને વધુ મજબુત કરો…
તાપી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ દેશપ્રેમના રંગમાં રંગાઈને વ્યારામાં એક અનોખી અને આકર્ષક રંગોળી પણ તૈયાર કરી છે. આ રંગોળીમાં ‘હર ઘર તિરંગા ૨૦૨૬’ લખેલું છે તેમજ ત્રિરંગા ઝંડાની સુંદર આકૃતિ અંકિત કરવામાં આવી છે. આ અનોખી પહેલ દ્વારા વિદ્યાર્થિનીઓએ દેશવાસીઓમાં દેશપ્રેમ અને એકતાનો મજબૂત સંદેશ આપ્યો છે.
આવો, તા. ૧૩ ઓગસ્ટે વ્યારાના ઉનાઈ નાકાથી નીકળનારી આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાઈને તિરંગાના માનને વધુ ઉજ્જવળ બનાવીએ.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
