કલેક્ટરશ્રીએ નાના ભૂલકાંઓ સાથે મિત્રતા કેળવી દૂધ સંજીવની યોજનાના લાભ અંગે બાળસહજ શૈલીમાં પૃચ્છા કરી

0
કલેક્ટરશ્રીએ નાના ભૂલકાંઓ સાથે મિત્રતા કેળવી દૂધ સંજીવની યોજનાના લાભ અંગે બાળસહજ શૈલીમાં પૃચ્છા કરી
Contact News Publisher

સોનગઢના લવચાલી આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધતા તાપી જિલ્લા કલેક્ટરશ્રી ચૌધરી

— 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. 07. :- તાપી જિલ્લાના છેવાડાના પ્રત્યેક નાગરિકને સરકારની તમામ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે, કોઈ પણ પાત્રતા ધરાવતો વ્યક્તિ વંચિત ન રહે અને યોજનાઓનું સો ટકા સેચ્યુરેશન સુનિશ્ચિત થાય તેવા આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી હાલ તમામ તાલુકાઓની તબક્કાવાર મુલાકાત લઈ રહ્યા છે.

 

આ મુલાકાતની શ્રૃંખલા અંતર્ગત કલેક્ટરશ્રી ચૌધરીએ સોનગઢ તાલુકાના લવચાલી ગામના આંગણવાડી કેન્દ્રની લીધેલી મુલાકાત અત્યંત યાદગાર અને હૃદયસ્પર્શી બની રહી હતી.

 

આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશતાની સાથે જ કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ નાના-નાના ભૂલકાંઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. બાળકોના ઉત્સાહ અને નિર્દોષ હાસ્યથી છલકાતા પરિસરમાં, કલેક્ટરશ્રી દેવ ચૌધરી પોતે જમીન પર બાળકોની વચ્ચે ચટાઈ પર બેસી ગયા હતા.

 

કલેક્ટરશ્રી દેવ ચૌધરીના આ સરળ અને બાળસ્નેહી વ્યવહારથી બાળકોએ પણ તેમની સાથે અતિ સહજતાથી મિત્રતા કેળવી લીધી હતી. સરકારી યોજનાઓ કાગળ પર નહીં પરંતુ વાસ્તવિકતામાં બાળકો સુધી પહોંચે છે કે કેમ તેની ચકાસણી કલેક્ટરશ્રીએ અનોખી રીતે કરી હતી.

 

તેમણે દૂધ સંજીવની યોજનાનો લાભ પૂરેપૂરો મળે છે કે નહીં તે જાણવા બાળકોને હસતાં હસતાં પૂછ્યું કે, દૂધ કોણે કેવી રીતે પીધું… ગ્લાસમાં પીધું કે થેલીથી ? ત્યારે તમામ બાળકોએ એકસૂરે ઉત્સાહભેર જવાબ આપ્યો – “ગ્લાસમાં…” બાળસહજ શૈલીમાં કરાયેલી આ પૃચ્છાથી યોજનાના વાસ્તવિક અમલીકરણ અને પોષણ સ્તરની પાયાની ચકાસણી થઈ હતી.

 

આંગણવાડી કેન્દ્રમાં દોરેલા સંતુલિત આહાર અને પોષણ અંગેના રંગબેરંગી ચાર્ટ્સ ભૂલકાંઓના સર્વાંગી વિકાસ પ્રત્યે વહીવટી તંત્રની તત્પરતા દર્શાવતા હતા. કલેક્ટરશ્રીએ આંગણવાડીની વિવિધ શૈક્ષણિક અને પોષણલક્ષી પ્રવૃત્તિઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.

આલેખન – રોશન સાવંત

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *