તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ધારાબેન ભાલારાએ વાલોડના ગોલણ ખાતે સ્વચ્છતાલક્ષી પ્રકલ્પોની મુલાકાત લીધી

0
તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ધારાબેન ભાલારાએ વાલોડના ગોલણ ખાતે સ્વચ્છતાલક્ષી પ્રકલ્પોની મુલાકાત લીધી
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૫. – તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી ધારાબેન ભાલારાએ વાલોડ તાલુકાના ગોલણ ગામની મુલાકાત લઈને સ્વચ્છતા અને કચરા નિકાલ માટે ઘન-પ્રવાહી કચરા વ્યવસ્થાપન, સામૂહિક શૌચાલય તેમજ શોકપીટ સહિત વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રકલ્પોનું ઝીણવટપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું.

તેમણે સ્વચ્છતા સુવિધાઓના રખરખાવ અંગે માર્ગદર્શન પુરુ પાડીને ગામને ઓડીએફ પ્લસ મોડેલ તરફ આગળ ધપાવવા માટે સ્વચ્છતા સુવિધાઓનો અસરકારક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા તાલુકાની ટીમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *