ઉકાઈ તાલુકાના ઝરીઆંબા ગામની મુલાકાત લેતા તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરી

ઝરીઆંબા પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લઈ શિક્ષણ-પોષણની ગુણવત્તા તપાસી
—
ઝરીઆંબા ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગ્રામ્ય વિકાસ, સરકારી યોજનાઓના અમલીકરણ અને દસ્તાવેજી કામગીરીનું નિરીક્ષણ કર્યુ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૫. :- તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ બુધવારે ઉકાઈ તાલુકાની મુલાકાત દરમિયાન ઝરીઆંબા ગ્રામપંચાયતની મુલાકાત લીધી હતી. તેમણે ગ્રામ વિકાસ, ગ્રામજનોને મળતી સેવાઓ, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ તથા દસ્તાવેજી કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત, ગ્રામજનોને સમયસર અને પારદર્શક સેવાઓ મળે તે માટે સરપંચશ્રી, તલાટીશ્રીને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ દરમિયાન કલેક્ટરશ્રી ચૌધરીએ ઝરીઆંબા આંગણવાડી કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. ત્યાં બાળકોને દૂધ સંજીવની યોજના સહિત તમામ સરકારી યોજનાઓનો લાભ યોગ્ય રીતે મળી રહ્યો છે કે કેમ… તેની તપાસ કરી હતી. ત્યારબાદ પ્રાથમિક શાળાના બાળકો સાથે સૌહાર્દપૂર્ણ વાતચીત કરી અને તેમના વાંચન કૌશલ્યની ચકાસણી કરી હતી. સાથે જ વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજન (પૌષ્ટિક આહાર)ની ગુણવત્તા પણ તપાસી હતી.
ઉકાઈ મામલતદારશ્રી હિતેશ દૂધાત સહિત શિક્ષણ, પોષણ અને આરોગ્ય કર્મીઓ પણ કલેક્ટરશ્રી ચૌધરીની મુલાકાત દરમિયાન જોડાયા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
