બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક; નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ (NCSC) – 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : તા. ૦૫. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને સંશોધન ક્ષમતા વિકસે તે હેતુથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા 10થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે NCSC – 2026નું આયોજન કરવામાં આવ્યું છે. “Science and Innovation for Sustainability” થીમ આધારિત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓ તા. 15 ઓગસ્ટ, 2026 સુધી નિઃશુલ્ક ઓનલાઇન નોંધણી કરાવી શકશે.
સ્થાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલો રજૂ કરતા શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સમાંથી પસંદગી પામેલા 26 પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે; નવીન પ્રોજેક્ટ્સને ગુજકોસ્ટ દ્વારા પેટન્ટ, ડિઝાઇન અને કોપીરાઇટ જેવી બૌદ્ધિક સંપદા સુરક્ષા માટે પણ સહાય પૂરી પાડવામાં આવશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
