વ્યારાના છીંડિયા આણગાંવડી ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ભવ્ય ઉજવણી

માતાઓને સ્તનપાન, યોગ્ય પદ્ધતિ અને પૂરક આહાર અંગે અપાયું માર્ગદર્શન
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૫:. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજ રોજ તાપી જીલ્લાના વ્યારા ઘટક-૧ના છીંડિયા સેજા ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતાઓ અને લાભાર્થીઓને સ્તનપાનના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેડિકલ ઓફિસર નૂતનબેન ચૌધરી, સીડીપીઓ જાસ્મિનાબેન ચૌધરી, આયુષ મેડિકલ ઓફિસર સ્નેહાબેન દ્વારા માતાઓને બાળકના સર્વાંગી વિકાસ માટે માતાના દૂધનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
લાભાર્થીઓને બાળકને યોગ્ય રીતે સ્તનપાન કરાવવાની રીત, પ્રથમ છ મહિના સુધી માત્ર માતાનું દૂધ આપવાનું મહત્વ તેમજ ત્યારબાદ આપવાના પૂરક આહાર અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન માતાઓ સાથે સીધો સંવાદ કરી સ્તનપાન સંબંધિત તેમના પ્રશ્નો, અનુભવો અને અભિપ્રાયો જાણવામાં આવ્યા હતા. સાથે જ બાળકના પોષણ, આરોગ્ય અને નિયમિત વૃદ્ધિ મોનીટરીંગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આમ,વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ માતાઓમાં સ્તનપાન અંગે જાગૃતિ વધારવાનો અને બાળકોને ઉત્તમ પોષણ મળી રહે તે માટે આરોગ્યપ્રદ આદતોને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
ooooo
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
