નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી ટીમ દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી

0
અભયમ મહિલા હેલ્પલાઈન નંબર

181

Contact News Publisher

મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને કાનૂની અધિકારો અંગે જાગૃતિ સાથે 181 અભયમની 24×7 નિઃશુલ્ક સેવાઓની માહિતી અપાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત તાપી જિલ્લા ખાતે ડોલારા કન્યા છાત્રાલય ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન 181 અભયમ મહિલા હેલ્પલાઇન તાપી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો, તેમના કાનૂની અધિકારો વિશે માહિતગાર કરવાનો તેમજ સરકાર દ્વારા મહિલાઓના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમલમાં મૂકવામાં આવતી વિવિધ સેવાઓ અંગે માહિતી પહોંચાડવાનો હતો.

આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, રોજગાર, ઉદ્યોગ, રમતગમત અને સામાજિક ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. ત્યારે તેમની સુરક્ષા, સન્માન અને આત્મવિશ્વાસ જાળવવો અત્યંત જરૂરી છે. મહિલા સુરક્ષા દિવસ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરી અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત આપે છે અને જરૂરિયાત સમયે યોગ્ય સહાય મેળવવાનો વિશ્વાસ પ્રદાન કરે છે.

કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત રાજ્યની મહિલાઓને 24×7 નિઃશુલ્ક, તાત્કાલિક અને વિશ્વસનીય સહાય પૂરી પાડે છે. ઘરેલુ હિંસા, માનસિક કે શારીરિક ત્રાસ, છેડતી, સાયબર ગુનાઓ, બાળલગ્ન, પરિવારિક વિવાદ અથવા અન્ય કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મહિલાઓ માત્ર 181 પર કોલ કરીને તાત્કાલિક સહાય મેળવી શકે છે.

181 અભયમ મહિલા હેલ્પલાઇન માત્ર ટેલિફોનિક માર્ગદર્શન પૂરતી મર્યાદિત નથી, પરંતુ જરૂરિયાત મુજબ રેસ્ક્યૂ વાન સાથે સ્થળ પર પહોંચી મહિલાને સુરક્ષા, કાઉન્સેલિંગ, પોલીસ સંકલન, કાનૂની માર્ગદર્શન તેમજ જરૂરી સહાય ઉપલબ્ધ કરાવે છે. અનેક મહિલાઓ માટે 181 અભયમ મુશ્કેલીના સમયમાં આશાનું કિરણ બની તેમની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણ માટે સતત કાર્યરત છે.

કાર્યક્રમ દરમિયાન મહિલા સુરક્ષા સંબંધિત કાયદાઓ, સાયબર સુરક્ષા, ઘરેલુ હિંસા નિવારણ, બાળલગ્ન પ્રતિબંધ તથા મહિલાઓને ઉપલબ્ધ વિવિધ સહાય સેવાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ઉપસ્થિત મહિલાઓને મુશ્કેલીની કોઈપણ પરિસ્થિતિમાં મૌન ન રહી પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવા અને જરૂરિયાત સમયે નિઃસંકોચ 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અંતે મહિલાઓએ મહિલા સુરક્ષા અંગે જાગૃત રહેવા, અન્ય મહિલાઓને પણ 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓ વિશે માહિતગાર કરવા તથા સુરક્ષિત અને સશક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *