ઓલપાડનાં ઝાંપા ફળિયાનાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે દેવશયની એકાદશીની ભક્તિભાવ સાથે ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૬. સનાતન ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી દેવશયની એકાદશી નિમિત્તે તા. 26 જુલાઈ 2026, રવિવારનાં રોજ ઓલપાડનાં ઝાંપા ફળિયાનાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. અષાઢ સુદ એકાદશીનાં પાવન દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષશૈયા પર યોગનિદ્રામાં પધારતા હોવાથી મંદિરમાં સવારથી મહોલ્લાવાસીઓએ પરંપરાગત પૂજાવિધિ હાથ ધરી હતી.
મંદિરનાં પૂજારીઓ દ્વારા ભગવાન લક્ષ્મીનારાયણનો અભિષેક, પંચામૃત સ્નાન અને શોડશોપચાર પૂજા કરવામાં આવી. ભગવાનને પીળા વસ્ત્રો, પીળા ફૂલ અને તુલસીપત્રનો શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ નિર્જળા અને ફળાહાર વ્રત કરીને ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દિવસ દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
