ટીનુબેન ગામીતના શાકભાજીના વ્યવસાયને પીએમ સ્વનિધિ યોજનાથી મળ્યું નવું બળ

0
ટીનુબેન ગામીતના શાકભાજીના વ્યવસાયને પીએમ સ્વાનિધિ યોજનાથી મળ્યું નવું બળ
Contact News Publisher

કુલ રૂ. ૮૦ હજારની લોન સહાયથી ટીનુબેનના જીવનમાં આવ્યો સકારાત્મક બદલાવ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૭ :- સોનગઢ તાલુકાના ટીનુબેન કાંતિલાલ ગામીત માટે પીએમ સ્વાનિધિ યોજના આત્મનિર્ભરતાનો આધાર બની છે. વર્ષોથી શાકભાજીનો વ્યવસાય કરતા મીનુબેનને મૂડીની અછતના કારણે ધંધો ચલાવવામાં મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ સરકારની પીએમ સ્વાનિધિ યોજના હેઠળ મળેલી લોન સહાયથી તેમના વ્યવસાયને નવી દિશા મળી છે.

 

ટીનુબેન ગામીતે જણાવ્યું કે, સરકારની આ યોજના નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સમયસર મળેલી આર્થિક સહાયથી તેઓ આજે સ્વાભિમાન સાથે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે અને તેના માટે તેમણે સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

 

ટીનુબેનને શરૂઆતમાં રૂ. ૧૦,૦૦૦ની લોન મળી હતી, જેની સમયસર ચૂકવણી કર્યા બાદ રૂ. ૨૦,૦૦૦ અને ત્યારબાદ રૂ. ૫૦,૦૦૦ની લોન મંજૂર થઈ. આ સહાયથી તેમણે શાકભાજીનો સ્ટોક વધારી વ્યવસાયનો વિસ્તાર કર્યો, જેના પરિણામે તેમની આવકમાં વધારો થયો અને પરિવારને આર્થિક ટેકો આપવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

0000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *