તાપી પોલીસ દ્વારા પી.એસ.આઈ. તરીકે પસંદગી પામેલ મહેન્દ્રભાઈ વસાવાનું સન્માન

0
તાપી પોલીસ દ્વારા પી.એસ.આઈ. તરીકે પસંદગી પામેલ મહેન્દ્રભાઈ વસાવાનું સન્માન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબી ગામના રહેવાસી શ્રી મહેન્દ્રભાઈ વસાવાની ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે પસંદગી થતાં તેમના સન્માનાર્થે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે તાપી પોલીસના અધિકારીઓ તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં શ્રી મહેન્દ્રભાઈ વસાવાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અધિકારીઓએ તેમની આ સિદ્ધિને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, તેમની સફળતા વિસ્તારના યુવાનો માટે પ્રેરણાદાયી બની રહેશે અને વધુમાં વધુ યુવાનો સરકારી સેવાઓ, ખાસ કરીને પોલીસ સેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત થશે.

 

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ પણ શ્રી મહેન્દ્રભાઈ વસાવાને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જ્વળ ભવિષ્યની કામના કરી હતી.

 

તાપી પોલીસ દ્વારા સમાજમાં પ્રતિભાશાળી યુવાનોને પ્રોત્સાહન આપવાના આવા પ્રયાસો સતત કરવામાં આવતા રહેશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *