તાપી જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ સંદર્ભે કામગીરીની સમીક્ષા કરાઈ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૭. :- તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ગુરુવારે લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં લેન્ડ ગ્રેબિંગ સંબંધિત નોંધાયેલા વિવિધ કેસોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ પાસેથી કેસવાર માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ નિયમોનુસાર સમયબદ્ધ, અસરકારક અને સંકલિત કામગીરી કરવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે.એન.દેસાઈ, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
