શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વાલી, સમાજ અને તંત્ર વચ્ચેનો સેતુ મહત્વપૂર્ણ છે : અલ્કેશકુમાર ચૌધરી

ટકારમા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૬. રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગનાં માર્ગદર્શન હેઠળ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઓલપાડ તાલુકાની ટકારમા પ્રાથમિક શાળા (SOE) ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં મુલાકાત લેનાર અધિકારી તરીકે અલ્કેશકુમાર જી. ચૌધરી (DS, General Administration Department) ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આ પ્રસંગે શાળા પ્રવેશ મેળવેલ બાળકોને આશીર્વચન પાઠવી જણાવ્યું હતું કે આ મહોત્સવનો મુખ્ય હેતુ 100 % બાળ નોંધણી, શાળા બહારનાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવવો, કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું અને શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે વાલી, સમાજ અને તંત્ર વચ્ચે સેતુ બનાવવાનો છે.
શાળામાં 9 બાળકોને બાલવાટિકામાં વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રારંભે દીપ પ્રજ્વલન અને પ્રાર્થના બાદ શાળાનાં આચાર્ય રવિન્દ્ર પટેલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમનાં દ્વિતીય ચરણમાં પ્રતિભાવંત બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં બાળકોએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ, ગ્રામજનો તથા વાલીઓએ સહયોગ આપ્યો હતો. તાલુકાનાં રૂટ નંબર 2 હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં લાયઝન અધિકારી તરીકે રાકેશભાઈ પી. પટેલ, (સી.આર.સી. કો-ઓર્ડિનેટર, રાજનગર) હાજર રહ્યાં હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
