ગ્રામજનોની મુશ્કેલી વધે તે પહેલાં જ તંત્ર દ્વારા ગાંગપુર-ઘાણી કોઝવે પર યુદ્ધના ધોરણે સફાઈ કરાઈ

0
ગ્રામજનોની મુશ્કેલી વધે તે પહેલાં જ તંત્ર દ્વારા ગાંગપુર-ઘાણી કોઝવે પર યુદ્ધના ધોરણે સફાઈ કરાઈ
Contact News Publisher

ભારે વરસાદના કારણે કોઝવે પર જમા થયેલો કચરો અને ઝાડી-ઝાંખરા દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૬. :- ભારે વરસાદને પગલે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૦૬/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ડોલવણ તાલુકાના ગાંગપુર-ઘાણી રોડ પર આવેલા મહત્વના કોઝવે પર વરસાદ અને પાણીના પ્રવાહના કારણે આ માર્ગ પર મોટા પ્રમાણમાં કચરો અને ઝાડી-ઝાંખરા જમા થઈ ગયા હતા.

 

નોંધનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર તથા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જેસીબી વડે કોઝવે પર ભરાયેલો કચરો હટાવવાનું કામ શરૂ કરી દેવાયું હતું. પાણી ઓસરતાંની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ આખી કામગીરી ખૂબ જ ગંભીરતાપૂર્વક હાથ ધરીને રસ્તા પરનો અવરોધ દૂર કરાયા હતા. આ સફાઈ કામગીરીથી સ્થાનિક ગ્રામજનોને આવાગમનમાં પડતી મુશ્કેલીઓનો ત્વરિત નિકાલ કરાયો હતો.

૦૦૦

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *