વ્યારાના ખોડતળાવ-બેડકુવાદુર રોડ પર ધોવાઈ ગયેલું નાળું વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રિપેર કરાયું

0
વ્યારાના ખોડતળાવ-બેડકુવાદુર રોડ પર ધોવાઈ ગયેલું નાળું વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રિપેર કરાયું
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૬. :- ભારે વરસાદના કારણે વ્યારા તાલુકાના ખોડતળાવ બજાર ફળીયાથી બેડકુવાદુરને જોડતા માર્ગ પરનું નાળું પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું હતું, જેથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં જ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક જેસીબી મશીન સાથે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધોવાઈ ગયેલા નાળા પર પથ્થર અને જી.એસ.બી. મટરીયલ ભરાવો કરી રસ્તો સમથળ કરાતા ખોરવાયેલો વાહનવ્યવહાર પૂર્વવત થયો છે, જેથી સ્થાનિકોએ સંતોષ વ્યક્ત કરીને તંત્રના કામગીરીની પ્રશંસા કરી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *