સોનગઢનો ડોસવાડા ડેમ ૯૦ ટકા ભરાતા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ
(ફાઈલ ફોટો)

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૬. :- તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલો અને દરવાજા વગરનો મહત્વનો એવો ડોસવાડા ડેમ ભારે વરસાદના પરિણામે તેની પૂર્ણ સપાટીની નજીક પહોંચી ગયો છે.
કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, વેર-૨ યોજના વિભાગ તરફથી મળતી સત્તાવાર માહિતી અનુસાર, તા. ૦૬/૦૭/૨૦૨૬ના રોજ ડેમમાં તેની કુલ સંગ્રહશક્તિના ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ભરાઈ ચૂક્યો છે. આ સાથે જ ડેમની સપાટી હાલના ‘હાઈ એલર્ટ’ સ્ટેજના લેવલે પહોંચી છે.
હાલમાં ડોસવાડા ડેમની સપાટી ૧૨૩.૧૦ મીટર (૪૦૩.૧૦ ફૂટ) પર પહોંચી છે, જ્યારે તેની પૂર્ણ સપાટી ૧૨૩.૪૪ મીટર (૪૦૫ ફૂટ) છે. જેને કેન્દ્રમાં રાખીને હેઠવાસના તાલુકાના ગામોને સૂચના અપાઈ છે. વહીવટી તંત્ર પણ સંપૂર્ણ સજ્જ છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
