રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર, દ્વારા વિદ્યાર્થીઓને રજીસ્ટર વિતરણ

0
અંકલેશ્વર રોટરી ક્લબ દ્વારા રજીસ્ટર વિતરણ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૪. વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્યમાં મદદ થવાનાં હેતુસર રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર-૧, અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓને નોટબુક અને રજીસ્ટર વિતરણનો શ પ્રેસિડેન્ટ પંકજ ભરવાડાનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને નોટબુક અને રજીસ્ટર વિતરણ કરવામાં આવ્યા હતાં. આ તકે પંકજ ભરવાડાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિકાસ દ્વારા પરિવાર, સમાજનો વિકાસ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. સદર કાર્યક્રમમાં પબ્લિક ઈમેજ ચેર ગજેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. શાળાનાં મુખ્ય શિક્ષક પ્રશાંત પટેલ તથા સ્ટાફ દ્વારા સંસ્થાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻   ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *