ડૉક્ટર્સ ડે નિમિત્તે સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે સેમિનાર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૧. ડૉક્ટર્સ ડેની ઉજવણી નિમિત્તે સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, વ્યારાની ડૉક્ટર્સ ડે સેલિબ્રેશન સેમિનાર કમિટી તથા કો-કરિક્યુલર કમિટીએ હોમિયોપેથીક મેડિકલ એસોસિએશન ઑફ ઇન્ડિયા (HMAI), વ્યારા યુનિટના સહયોગથી તા. ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ રમા હર્ષદ હોલ ખાતે સેમિનારનું આયોજન કર્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા ડૉ. જમીર એફ. રેફાઈ (એમ.ડી. હોમ., પીએચ.ડી.)નું કોલેજ વતી પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ આર. રાવ તથા એકેડેમિક હેડ ડૉ. ભાવિન મોદી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. HMAI વ્યારા યુનિટ વતી સંયુક્ત સચિવ ડૉ. ભાવના પટેલ તેમજ સેમિનાર કમિટીના ડૉ. વૈશાલી ચૌધરી અને ડૉ. સ્વપ્નિલ ખેંગર દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ આર. રાવે સ્વાગત પ્રવચન આપી મુખ્ય વક્તાનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ ડૉ. જમીર એફ. રેફાઈએ “The Doctor’s Mind: What Psychiatry Teaches Us About the Physician Who Heals” વિષય પર વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે ડૉક્ટરો પણ તણાવ, બર્નઆઉટ, ચિંતા, ડિપ્રેશન અને માનસિક થાક જેવી સમસ્યાઓમાંથી પસાર થાય છે. તેમણે વાસ્તવિક ક્લિનિકલ ઉદાહરણો દ્વારા ડૉક્ટરો માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું મહત્વ સમજાવ્યું તેમજ સ્વ-સંભાળ, ભાવનાત્મક સ્થિરતા અને સમયસર સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને પ્રેરિત કર્યા.
કાર્યક્રમના અંતે પ્રિન્સિપાલ ડૉ. જ્યોતિ આર. રાવ દ્વારા મુખ્ય વક્તાને સ્મૃતિચિહ્ન અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. HMAI વ્યારા યુનિટના સચિવ ડૉ. તુષાર ઢીમર તથા કો-કરિક્યુલર કમિટીના ડૉ. ધ્રુણી બિરારી દ્વારા પણ સ્મૃતિભેટ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી.
હનેમેનિયન શપથ સાથે કાર્યક્રમનું સમાપન થયું. આભારવિધિ ડૉ. વૈશાલી ચૌધરીએ કરી હતી, જ્યારે સેમિનારના પ્રતિભાવ એકત્રિત કરવાની કામગીરી ડૉ. એસ. વી. ધોળિયાએ સંકલિત કરી હતી. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
