માંગરોળ પોલીસે કોસાડી ગામે રેડ કરતાં ગૌમાંસ, કટીંગ કરેલી ગાય, પાંચ જીવતા પશુઓ અને એક ડીપફ્રીજ ઝડપી પાડ્યું : ચારને વોન્ટેડ જાહેર કર્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે, ગૌમાંસ વેચાઈ રહયું છે તથા બીજા પશુઓ પણ એક વાહનમાં આવી રહ્યાં છે, એવી બાતમી માંગરોળના પી.એસ.આઇ. પરેશ એચ.નાયીને મળી હતી.
બાતમીના આધારે પી.એસ.આઇ. તથા તૃષિતભાઈ મનસુખભાઇ, રાજદીપસિંહ અરવિંદભાઈ, પ્રફુલભાઈ પટેલ, અમૃત ધનજી વગેરેની ટીમ કોસાડી ગામે સુલેમાન મમજીના ઘરે અને પાછળ આવેલ ખાડી કિનારે રેડ કરતાં અબુબકર ઉર્ફે મુનનો સુલેમાન મમજી,સુલેમાન મમજી,બકર યુસુફ ભુલા, ઝુનેદ યુસુફ ગંગાત, રહે. કોસાડીએ એકબીજાનાં મેળાપી પણામાં એક ગાયની કતલ કરી ૧૫૦ કીલો ગૌમાંસ, ડીપફ્રીજમા મૂકેલું ૩૦ કીલો ગૌમાંસ,ચાર જીવતા વાછરડા,એક મોટી ગાય આ પશુઓ કતલ માટે બાંધી રાખ્યા હતા, ગોવમાંસ કાપવાના સાધનો, ડીઝીટલ વજનકાંટો મળી કુલ ૪૭,૬૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી,આ મુદ્દામાલ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખી , પોલીસની રેડ જોઈ આરોપીઓ નાસી જઇ ગુનો કર્યો હોય, ઉપરોકત ચારે ચાર આરોપીઓ વિરૂધ્ધ તૃષિતભાઈ મનસુખભાઈ એ ફરિયાદ નોંધાવતા, એ.એસ.આઇ.જયપાલસિંહ મનુભાએ એફ.આઇ.આર. દાખલ કરી, વધુ તપાસ તૃષિતભાઈ મનસુખભાઇ ચલાવી રહ્યાં છે.