કેવિકે વ્યારા દ્વારા “ખેત બચાવો અભિયાન” અંતર્ગત વિવિધ વિસ્તરણ કાર્યક્રમો યોજાયા

0
કેવિકે વ્યારા દ્વારા “ખેત બચાવો અભિયાન” અંતર્ગત વિવિધ વિસ્તરણ કાર્યક્રમો યોજાયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા (તાપી) દ્વારા તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન ડૉ. ટી. આર. અહલાવત, માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને ડૉ. એચ. આર. શર્મા, માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની પ્રેરણા તેમજ ડૉ. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, ન. કૃ. યુ., તાપીના માર્ગદર્શન હેઠળ “ખેત બચાવો અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના ૬૦ થી વધુ ગામના કુલ ૧૨૦૦૦ થી વધારે ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ખેત બચાવો અભિયાન અંતર્ગત વિવિધ કેન્દ્રીય અને ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમો, કિસાન ગોષ્ઠી, ખેડૂત શિબિર, કૃષિ મેળા, કૃષિ પ્રદર્શનો, પધ્ધતિ નિદર્શન, ગેસ્ટ લેકચર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ., તાપીના વૈજ્ઞાનિકશ્રીઓ ડૉ. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ), ડૉ. જે. બી. બુટાણી, વૈજ્ઞાનિક (પશુ વિજ્ઞાન), ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ), પ્રો. આરતી એન. સોની, વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) અને ડૉ. પરમેશ્વરી ચૌધરી, વૈજ્ઞાનિક (બાગાયત), કુ. પ્રતિભા કોંકણી (ફાર્મ મેનેજર) દ્વારા ખેડૂતોને વિવિધ વિષયો જેવા કે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ થકી જમીન, પાણી અને પાકનું સંરક્ષણ કરી ઉત્પાદન ખર્ચ ઘટાડવા તથા ઉત્પાદન અને આવકમાં વધારો કરવા અંગે માર્ગદર્શન, જમીન પરીક્ષણ, સંતુલિત ખાતર વ્યવસ્થાપન, કાર્યક્ષમ સિંચાઈ, સંકલિત જીવાત અને રોગ નિયંત્રણ, પાક વૈવિધ્યકરણ તથા હવામાન આધારિત ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ સંભવિત એલ નીનો (El nino)ની અસરને ધ્યાનમાં રાખી ઓછા સમયગાળામાં પાકતી અને દુષ્કાળ સહનશીલ જાતોની પસંદગી, વરસાદી પાણીનો સંગ્રહ, ભેજ સંરક્ષણ, પાક આયોજન, હવામાન આગાહી મુજબ ખેતી કાર્યોનું આયોજન તથા જરૂરિયાત મુજબ સિંચાઈ જેવી આબોહવા અનુકૂળ ખેતી પદ્ધતિઓ અપનાવવા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ખેડૂતોને ડિજિટલ માધ્યમો દ્વારા સમયસર કૃષિ સલાહ મેળવવા અને ટકાઉ, આબોહવા-સ્માર્ટ તથા નફાકારક ખેતી પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *