ભારતીય જનતા પક્ષ સંગઠન તરફથી પ્રબુદ્ધ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા નાગરિકોનું સન્માન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૨૭. તા.૨૭ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં 12 વર્ષનાં શાસનકાળ પૂર્ણ થવાનાં અવસરે અંકલેશ્વરનાં ભારતીય જનતા પક્ષ સંગઠન તરફથી બહુમુખી પ્રતિભા ધરાવતાં અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તબીબી, સામાજિક, શિક્ષણ, ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન તથા સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રબુદ્ધ નાગરિકો સન્માન માટે પસંદગી પામ્યા હતાં. જે પૈકી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય-રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા એવાં ગજેન્દ્ર પટેલનું સન્માન ગુજરાત રાજ્યનાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા મહામંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ જીજ્ઞેશ અંદાડિયા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા, દંડક ભાવેશ કાયસ્થ, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત સંગઠનનાં સભ્યોએ શાલ, પુષ્પ અને પુસ્તકો દ્વારા અર્પણ કરીને કર્યુ હતું. આ તકે સૌએ ગજેન્દ્ર પટેલની શિક્ષણ અને સામાજિક ક્ષેત્રની સેવાઓને બિરદાવી હતી. અંતમાં પ્રતિભાવરૂપે ગજેન્દ્ર પટેલે સંગઠન અને પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
