અરજદારોની રજૂઆતો સાંભળી પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સૂચનો આપતા કલેક્ટરશ્રી

0
અરજદારોની રજૂઆતો સાંભળી પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે સૂચનો આપતા કલેક્ટરશ્રી
Contact News Publisher

તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 22. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સોમવારે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો.

સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ચૌધરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને 30 થી વધુ અરજદારોની ફરિયાદો તેમજ રજૂઆતોને વ્યક્તિગત રીતે સાંભળીને પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવતાં કલેક્ટર દેવ ચૌધરીએ હાજર રહેલા સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ રજૂઆતોનો સકારાત્મક, ઝડપી અને રચનાત્મક ઉકેલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા મુખ્યત્વે ખેતરનો રસ્તો, દબાણ હટાવવા તેમજ એસ.ટી. બસ સેવા શરૂ કરવા સહિતની વિવિધ બાબતોના ૩૦ જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. આ ઉપરાંત, આવાસ સંદર્ભે આવેલા અરજદારોના સામૂહિક પ્રશ્નો કલેક્ટરશ્રીએ વિગતવાર સાંભળ્યા હતા. કલેક્ટર દેવ ચૌધરીએ આવાસના અરજદારોને આશ્વસ્ત કર્યા હતા કે, જે નાગરિકોની આવાસ યોજના હેઠળ સત્તાવાર નોંધણી થઈ ચૂકી છે, તેઓ તમામને લક્ષ્યાંકની ફાળવણી અનુસાર નિયમાનુસાર તબક્કાવાર આવાસનો લાભ મળવાપાત્ર રહેશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other