ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ની ઉત્સાહભેર ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૨૧ શિક્ષા મંત્રાલય, ભારત સરકાર તથા આયુષ મંત્રાલયનાં પરિપત્ર અન્વયે ઓલપાડ તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આજે ૧૨ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી “સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ” થીમ સાથે કરવામાં આવી હતી. તમામ શાળાઓમાં સવારે ૬:૩૦ કલાકે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું “યોગ સંગમ” લાઈવ સંબોધન નિહાળ્યા બાદ કોમન યોગા પ્રોટોકોલ (CYP) મુજબ ૪૫ મિનિટનું યોગ સત્ર યોજાયું. સામૂહિક યોગામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, SMC સભ્યો, NCC સ્વયંસેવકો, વાલીઓ, ગ્રામજનો સહિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, BRC કો-ઓર્ડિનેટર તથા CRC કો-ઓર્ડિનેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો.
યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે કેટલીક શાળાઓમાં યોગના ફાયદા અંગે ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. તાલુકાની તમામ શાળાઓએ યોગ સંગમ પોર્ટલ પર નોંધણી કરી ફોટા અપલોડ કર્યા હતાં. આયુષ મંત્રાલયની પ્રચાર સામગ્રી સાથે શાળાઓમાં બેનર-પોસ્ટર લગાવાયા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
