વ્યારા તાલુકા અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રંગેચંગે ઉજવણી

0
વ્યારા તાલુકા અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સિનિયર સિટીઝન ક્લબ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રંગેચંગે ઉજવણી
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૧. :- વ્યારા તાલુકા અને વ્યારા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રવિવારે સિનિયર સિટીઝન ક્લબ, વ્યારા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યોગના વૈશ્વિક સંદેશને ઝીલીને નગરજનોએ તંદુરસ્ત જીવનશૈલી માટે યોગના માર્ગને અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી દ્વારા પ્રમુખશ્રી ડૉ. પ્રિયાબેન મયંકભાઈ પટેલનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું અને સભ્યશ્રી તેજસભાઈ ચંપકભાઈ પંચાલ, ડો, સિદ્ધાર્થભાઈ નિલેશભાઈ લુહાર, શ્રી ગુંજનભાઈ ધનસુખભાઇ ઢીમર, શ્રીમતી દીપ્તિબેન પરેશભાઈ શાહ,શ્રીમતી રીનાબેન નયનભાઈ પટેલ, શ્રીમતી અમિતાબેન અનુપભાઈ ટેલર, સંગઠન પ્રમુખ વ્યારા શહેર શ્રી પિંકલભાઈ પંચાલ, શ્રીમતી મનીષાબેન દેસાઈ વિગૈરે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.

સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ યોગ ટ્રેનર દ્વારા યોગની શરૂઆત કરવામાં આવી જેમા આમંત્રિત મહાનુભવો, ચીફ ઓફિસરશ્રી કુ, વંદનાબેન ડોબરીયા, નાયબ મામલતદારશ્રી કેતનભાઈ ત્રિવેદી, નગરજનો, કર્મચારીશ્રીઓ દ્વારા યોગ કરવામાં આવ્યા,

આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન વ્યારા નગરપાલિકાના સાહિત્ય-સાંસ્કૃતિક સમિતિના મંત્રીશ્રી મહેશકુમાર કે. સોનાર દ્વારા કરવામાં આવ્યુ હતું.

યોગના નિષ્ણાત પ્રશિક્ષક દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વ્યારા નગરપાલિકાના પ્રમુખ ડૉ. પ્રિયા પટેલ અને નગરપાલિકાના ચીફ ઓફિસર વંદનાબેન ડોબરીયા, નાયબ મામલતદાર કેતનભાઈ ત્રિવેદી તેમજ નગરપાલિકાના વિવિધ વિભાગના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ

ઉપરાંત, સિનિયર સિટીઝન ક્લબના વડીલો અને મોટી સંખ્યામાં ઉત્સાહી નગરજનોએ શિસ્તબદ્ધ રીતે યોગ કરી સ્વાસ્થ્ય પ્રત્યેની પોતાની જાગૃતતા દર્શાવી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *