ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૬-૨૭ અંતર્ગત તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ

0
ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૬-૨૭ અંતર્ગત તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ
Contact News Publisher

સોનગઢ ખાતે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને આદિજાતિ વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા

 —

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.19. :- રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને શુક્રવારે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરીના સભાખંડ ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ – ૨૦૨૬-૨૭ અંતર્ગત તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી.

 

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે વિકાસલક્ષી કાર્યોના અસરકારક અને સમયબદ્ધ અમલીકરણ પર ભાર મૂકતા જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારના લોકોના જીવનધોરણમાં ગુણાત્મક સુધારો લાવવા માટે યોજનાઓનું સુચારૂ આયોજન અને અમલીકરણ અત્યંત જરૂરી છે. બેઠકમાં સમિતિ સમક્ષ રજૂ થયેલા વિવિધ પ્રસ્તાવો અંગે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

 

બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં અમલી બનનાર વિવિધ વિકાસલક્ષી કાર્યો અને યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમંત્રીએ આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

 

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશકુમાર મૌર્ય, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સભ્યો, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *