જામખડી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સગર્ભા માતાની ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું

0
જામખડી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સગર્ભા માતાની ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. સુબીર તાલુકાના બાંધપાડા ગામથી આહવા હોસ્પિટલમાં લઈ જતા પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના જામખડી લોકેશનની 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો. સુબીર તાલુકાના બાંધપાડા ગામમાં રહેતી મહિલાને આહવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાઈ રિસ્ક HBSaG પોઝિટિવ માતા ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધનની તૈયારી કરી ને ઇએમટી તેજસ્વિની ચૌધરી અને પાયલોટ સલીમ ગામિત એ એમ્બ્યુલન્સને રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર કૃષ્ણ મેડમ ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે આહવા હોસ્પિટલમાં ૧૦૮ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતાં.

દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી જામખડી 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સીમાં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *