પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

0
IMG-20260612-WA0023
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૧૨ – તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠકમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતી અંગેનો વ્યાપ તેમજ પશુપાલન વિભાગની વિવિધ સરકારી યોજનાઓ અને કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી.

 

નોંધનીય છે કે, કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને વધુમાં વધુ ખેડૂતો આ અભિયાનમાં જોડાય તે માટે સઘન પ્રયાસો કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

 

આ સાથે જ પશુપાલકો અને ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી ખેતીવાડી અને પશુપાલન વિભાગની કલ્યાણકારી યોજનાઓનું સુચારુ અમલીકરણ કરવા અને લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લાના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *