તાપી જિલ્લામા આરોગ્ય વિષયક વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠકકલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 11 : તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ ગુરુવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આરોગ્ય વિષયક વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજીને માઈક્રો નિરિક્ષણ કરીને કામગીરીની સમીક્ષા કરીને સંબંધિત અધિકારીને આરોગ્યલક્ષી કામગીરીને વધુને વધુ બહેતર બનાવવા માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સુચનો કર્યા હતા.
કલેકટરશ્રી દેવ ચૌધરીએ ડિસ્ટ્રીક્ટ બ્લાઈન્ડનેસ કંટ્રોલ સોસાયટી, ડિસ્ટ્રીક્ટ ટીબી અને લેપ્રસી કમિટીની રિવ્યુ તેમજ એલસીડીસી કમિટિની બેઠકમાં જિલ્લામાં અંધત્વ નિયંત્રણ, ક્ષય (ટીબી), રક્તપિત્ત (લેપ્રસી) અને લિમ્ફેટિક ફિલાસિયાસિસ (હાથીપગો) જેવા ગંભીર રોગોના નાબૂદીકરણ માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરીને આયોજનબદ્ધ સ્ક્રીનિંગ અને આઈઈસી પ્રવૃત્તિઓ પર ભાર આપ્યો હતો.
કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ લેપ્રસી અને લિમ્ફેટિક ડિસીઝ કંટ્રોલ કમિટીની કામગીરીની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, રક્તપિત્ત અને હાથીપગા જેવા રોગોને શરૂઆતના તબક્કામાં જ ત્વરિત નિદાન મહત્વપૂર્ણ હોય છે. આ માટે તેમણે જિલ્લાના તમામ વિસ્તારોમાં આરોગ્યકર્મી તથા આશા બહેનો મારફતે સઘન ડોર-ટુ-ડોર સ્ક્રીનિંગ અને જનજાગૃતિ કાર્યક્રમોનું પ્રમાણ વધારવા પર ખાસ ભાર મૂક્યો હતો, જેથી લક્ષણો ધરાવતા દર્દીઓને સમયસર સારવાર આપી શકાય.
આ સાથે જ તેમણે આગામી સમયમાં યોજાનાર એસ.એન.આઈ.ડી. (SNID – Subnational Immunization Day) એટલે કે ઉપ-રાષ્ટ્રીય રસીકરણ દિવસ અંતર્ગત જિલ્લાના બાળકોને સઘન રસીકરણથી સુરક્ષિત કરવા માટેના માઇક્રો પ્લાનિંગ અને પૂર્વતૈયારીઓની પણ ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત આરોગ્ય અધિકારીઓ પાસેથી જિલ્લામાં અંધત્વ નિયંત્રણ અંતર્ગત થતા મોતિયાના ઓપરેશન અને ચશ્મા વિતરણની વિગતો મેળવી હતી. આ સાથે જ તેમણે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાપી જિલ્લાને ક્ષય મુક્ત કરવા માટે હાથ ધરાયેલા સર્વેલન્સ, નિદાન અને દર્દીઓને અપાતી પોષણ સહાય (નિક્ષય પોષણ યોજના) અંગે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા, આરોગ્ય વિભાગના સંબંધિત વિભાગના અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિત આરોગ્યની ટીમ ઉપસ્થિત રહી હતી.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
