સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર ખાતે બે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા “તાપી નમસ્તુભ્યમ” કાર્યક્રમનો સમાવેશ થતો હતો.
આ કાર્યક્રમમાં ગંગા સમગ્ર, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને એકલ અભિયાનના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ડૉ. વસંતભાઈ ગામિત પ્રોફેસર, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સ્વામિનારાયણ મંદિર, ઉકાઈના મહંતશ્રીઓએ સ્વામી સુદર્શનજી તથા દેવરત્ન સ્વામીજીએ પણ અતિથિ વિશેષશ્રી તરીકે કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના શ્રી મધુકર વર્મા તેમજ ગંગા સમગ્રના શ્રી સુદામ સટોટે અને એકલ અભિયાનના શ્રી નૈતિકભાઈ દુબે સાથે પ્રકૃતિ કથાવાચક શ્રીમતી ગીતાબેન આર. વસાવા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, ઉકાઈ કેન્દ્ર ખાતે મહંતશ્રીઓ, પદાધિકારીઓ તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ તાપી નદીના પવિત્ર કિનારે તાપી આરતી, પૂજન કરવા બાદ તાપી નદીમાં મત્સ્ય બીજ સંચયન (Fish Seed Stocking) કાર્યક્રમ યોજવામાં આવ્યો.
પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પ્રકૃતિ સાથે જોડાવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉકાઈ વિસ્તાર તથા આસપાસના તાલુકાઓના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
