વ્યારા અને કીકાકુઇ રેલ્વે સ્ટેશનની વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જતા મરણ જનાર અજાણ્યા યુવકના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો
અજાણ્યો મૃતક

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં.૯૧/૨૦૨૬ B.N.S.S. કલમ-૧૯૪ મુજબના કામે મરણજનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૨ ના આશરાનો તા.૦૪/૦૬/૨૨૦૨૬ના રોજ વ્યારા અને કિકાકુઈ રેલ્વે સ્ટેશનની વચ્ચે વિરપુર ગામની સીમમાં રેલ્વે કિ.મી.નં. ૬૩/૧૩-૧૫ પાસે અપ-ડાઉન રેલ્વે લાઈનની વચ્ચે આવેલ ખુલ્લી જગ્યામાં કોઈપણ અપ-ડાઉન રેલ્વે ટ્રેનમાંથી અકસ્માતે રનિંગ ટ્રેનમાંથી પડી જતાં માથામાં તેમજ બન્ને પગમાં ગંભીર ઈજાઓ થતાં મરણ ગયેલ હોય, જેના વાલી-વારસોની ઓળખ થયેલ ન હોય તેમજ મરનાર પુરૂષની લાશની ઓળખ થયેલ નથી.
મરણ જનારનું વર્ણન :-
એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૩ ના આશરાનો ઉંચાઇ:- ૫X૩” બાંઘો મધ્યમ રંગે- ઘઉં વર્ણનો
મરનારે પહરેલ કપડાનું વર્ણન:-
મરનારે બદનમાં ગુલાબી કલરનું શર્ટ તથા કમરે જાંબલી કલરનો પેન્ટ તથા રાખોડી કલરનો ડિઝાઈનવાળો RUPA લખેલ જાંગીયો પહરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
