I.T.I. ઉકાઈ ખાતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા લોગો ઔદ્યોગિક તા. 23 જૂન સુધી પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે; યુવાનો માટે કૌશલ્ય આધારિત તાલીમથી રોજગારી અને સ્વરોજગારીની ઉજ્જવળ તકો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૪. : રોજગાર અને તાલીમ ખાતા હેઠળની નિયામક કચેરી સંચાલિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ), ઉકાઈ ખાતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એક વર્ષ તેમજ બે વર્ષના વિવિધ એન્જિનિયરિંગ અને બિન-એન્જિનિયરિંગ વ્યવસાયોમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
સંસ્થામાં કુલ 12 ટ્રેડની ભરવાપાત્ર બેઠકો માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોને તા. 23 જૂન, 2025 સુધી સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા દરમિયાન જરૂરી પ્રમાણપત્રો સાથે સંસ્થાનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉમેદવારોને સંસ્થા ખાતે વિનામૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રવેશ માટેનું રજીસ્ટ્રેશન ફી રૂ. 50 ઓનલાઈન ભરવાની રહેશે.
વધુ માહિતી માટે ઉમેદવારો રાજ્ય સરકારની સત્તાવાર વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in પરથી પ્રવેશ સંબંધિત વિગતો મેળવી શકે છે.
સરકારી આઈટીઆઈ ઉકાઈ ખાતે વાયરમેન, ફિટર, ઇલેક્ટ્રિશિયન, કોપા (COPA), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, વેલ્ડર, એમ્બ્રોઇડરી, સર્ફેસ ઓર્નામેન્ટેશન ટેક્નોલોજી (એમ્બ્રોઇડરી), ફેશન ડિઝાઇન ટેક્નોલોજી, મિકેનિક મોટર વ્હીકલ અને કોસ્મેટોલોજી જેવા વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવે છે.
વધુ માહિતી માટે ઉમેદવારો સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ઉકાઈનો સંપર્ક કરી શકે છે.એમ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ઉકાઈની અખબારી યાદીમા જણાવાયું છે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
