તાપી જિલ્લામાં ૧૧મી જૂનથી શરૂ થતી ધોરણ ૧૦/૧૨ની બોર્ડની પુરક પરીક્ષાઓ સંદર્ભે જાહેરનામું

0
Gujarat secondary education boards logo
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 03 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ ની પુરક પરીક્ષા આગામી તા. ૧૧/૦૬/૨૦૨૬ થી ૧૯/૦૬/૨૦૨૬ અને ધોરણ ૧૨ (સામાન્ય પ્રવાહ) ની પરીક્ષા તા. ૧૧/૦૬/૨૦૨૬ થી તા. ૨૦/૦૬/૨૦૨૬ દરમિયાન અને એચ.એસ.સી. (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષા તા. ૧૧/૦૬/૨૦૨૬ થી તા. ૧૭/૦૬/૨૦૨૬ દરમિયાન યોજાશે.

 

તાપી જિલ્લામાં આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.

 

જાહેરનામાં મુજબ, પરીક્ષા કેન્દ્રની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવું નહીં. પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારના હથિયાર, મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક ઘડિયાળ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. પરીક્ષા સમય દરમિયાન કેન્દ્રોની ૧૦૦ મીટરની અંદર આવેલા તમામ ઝેરોક્ષ અને ફેક્સ સેન્ટરો ચાલુ રાખી શકાશે નહીં.

 

પરીક્ષાર્થીઓની એકાગ્રતા ન ખોરવાય તે માટે પરીક્ષાના સમયગાળા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવા કે તેનો ઉપયોગ કરવા પર મનાઈ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *