વ્યારામાંથી મરચા ભરેલ પીકઅપ ટેમ્પો ચોરી કરનાર આરોપીને પકડી પાડતી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી : ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર 

0
વ્યારામાંથી પીકઅપ ચોરી કરનાર આરોપીને પકડી પાડતી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી : ત્રણ આરોપીઓ વોન્ટેડ જાહેર 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. ગઇ તા.૦૨/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી, ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો પોલીસ માણસોએ પોતાના અંગત ખાનગી બાતમીદારો રોકેલ હોય નાસતા-ફરતા/વોન્ટેડ આરોપી બાબતે તેમજ મિલકત સબંધિત ગુન્હાઓ શોધી કાઢવા માહિતી મેળવવા તજવીજ હાથ ધરેલ દરમ્યાન સાથેના હાજર પોલીસ માણસો પૈકી એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને સયુકત રીતે ખાનગી રાહે બાતમી હકિક્ત મળેલ કે, “વ્યારા પોલીસ સ્ટેશનમા ગત્ તા. 19/01/26ના રોજ નોંધાયેલ નવી વસાહતમાંથી મરચા ભરેલ પીકઅપ ટેમ્પાની ચોરીના ગુનાના કામે સંડોવાયેલ શંકમદ ઇસમ અઝીઝ મુખ્તાર મલીક રહે.ધુલીયા મહારાષ્ટ્રનાનો હાલ તેના કામ અર્થે વ્યારા ખાતે આવેલ છે.” તેવી મળેલ હકિકત આધારે તેની તપાસ કરતા આરોપી વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે મળી આવતા આ ઇસમ અઝીઝ મુખ્તાર મલીક ઉ.વ.૫૪ રહે.ગરીબ નવાઝ નગર,સો ફુટી રોડ,ધુલીયા મહારાષ્ટ્ર ને પ્રાથમિક પુછપરછ કરતા વ્યારા પો.સ્ટે.ના  પીકઅપ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતો હોય તેને તા. ૦૨/૦૬/૨૦૨૬ ના રોજ હસ્તગત રાખી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પો.સ્ટે. ખાતે સોંપેલ છે.

પકડાયેલ આરોપી :-

અઝીઝ મુખ્તાર મલીક ઉ.વ.૫૪ રહે.ગરીબ નવાઝ નગર, સો ફુટી રોડ, ધુલીયા મહારાષ્ટ્ર.

વોન્ટેડ આરોપી :-

(૧) સદાનંદ ઉર્ફે સંજુ મુરલીધર અમ્રુતકર રહે. નાશીક મહારાષ્ટ્ર

(૨) અવધેશ નારાયણ ઉપાધ્યાય રહે. પંચવટી નાસીક મહારાષ્ટ્ર

(૩) ત્રીજો ઇસમ નામ સરનામુ જણાયેલ નથી.

ડીટેક્ટ થયેલ ગુનાઓની વિગત :-

(૧) વાપી જી.આઇ.ડી.પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૦૦૪૯૨૬૦૦૬૭ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

(૨) કપરાડા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૨૦૦૦૨૭૨૬૦૦૫૧ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ :-

(૧) મહારાષ્ટ્ર છત્રપતિ સંભાજીનગરના બીડકીન પો.સ્ટે.ગુ.ર.નં.૧૩૦/૨૦૧૦ ઇ.પી.કો.કલમ ૩૯૪,૫૦૪,૫૦૬,૪૧૨ મુજબ

(૨) મહારાષ્ટ્ર ધુલે જીલ્લાના સાકરી પો.સ્ટે.ગુ.ર.નં.૧૩૩/૨૦૧૩ ઇ.પી.કો.કલમ ૩૭૯,૩૪ મુજબ

(૩) મહારાષ્ટ્ર ધુલે જીલ્લાના સાકરી પો.સ્ટે.ગુ.ર.નં.૨૫૩/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૨૭૯,૩૩૭,૪૨૭, મુજબ

(૪) મહારાષ્ટ્ર થાણે જીલ્લાના શાંતિનગર પો.સ્ટે.ગુ.૨.નં.૬૬૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

(૫) મહારાષ્ટ્ર થાણે જીલ્લાના શાંતિનગર પો.સ્ટે.ગુ.ર.નં.૭૬૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

(૬) મહારાષ્ટ્ર થાણે જીલ્લાના ભીંવડી પો.સ્ટે.ગુ.ર.નં.૮૭૧/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

(૭) મહારાષ્ટ્ર થાણે જીલ્લાના કપુરવાડી પો.સ્ટે.ગુ.ર.નં.૭૩/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

(૮) મહારાષ્ટ્ર થાણે જીલ્લાના શાંતિનગર પો.સ્ટે.ગુ.ર.નં.૩૪૬/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ

(૯) સેલવાસ પો.સ્ટે.ગુ.ર.નં.૧૬૧/૨૦૧૧ ઇ.પી.કો.કલમ ૪૦૭,૪૦૯,૪૧૧,૧૧૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા (૧) એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ તથા (૨) અ.હે.કોન્સ. વિનોદભાઇ પ્રતાપભાઇ (૩) હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ (૪) અ.પો.કો.રોનક સ્ટીવન્સનએ કામગીરી કરેલ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *