કુકરમુંડામાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. ગઇ તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના બાતમીદારો રોકી તપાસ તજવીજમા હતા. અને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં નીકળેલા તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ ઓટા ત્રણ રસ્તા પાસેથી કુકરમુંડા પો.સ્ટે.મા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- વિજયભાઇ સોમાભાઇ મારનર ઉ.વ.૩૬ રહે.આંબાપુર, તા.સાકી જી.ધુલીયા (મહા.) ને તા.૦૧/૦૬/૨૦૨૬ ના રોજ હસ્તગત કરી આરોપીની અંગઝડતીમાંથી પીંપલનેર માર્કેટમા કાંદા વેચાણના રૂ. ૪૧,૬૫૦/-, તથા હોન્ડા કંપનીની યુનિકોર્ન મોટર સાયકલ કિ.રૂ. ૬૦,૦૦૦/-, મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧,૧૧,૬૫૦/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ, એલ.સી.બી. તાપી, તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી. કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એ.એસ.આઈ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ, નોકરી એલ.સી.બી. તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, અ.પો.કો. દિપકભાઈ સેવજીભાઈ, અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઈએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
