કતારગામ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા પારિવારિક વિવાદમાં કાઉન્સેલિંગ અને સમજાવટથી સુખદ સમાધાન
181
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : 181 મહિલા હેલ્પલાઇન પર એક પીડિત મહિલા (નામ બદલેલ – રાધિકા) દ્વારા કોલ કરીને પારિવારિક વિવાદ અંગે મદદ માંગવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ 181 મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પીડિત મહિલા સાથે વાતચીત કરી પરિસ્થિતિની વિગત જાણી હતી.
વાતચીત દરમિયાન પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેઓ નોકરી કરે છે અને પરિવારની આર્થિક જવાબદારીઓમાં સહભાગી બને છે, છતાં સસરા દ્વારા પૈસાની બાબતે વારંવાર તકરાર કરવામાં આવે છે. તેમજ દીકરા અને વહુએ અલગ રહેવા જવું જોઈએ તેવી વાતો પણ વારંવાર કરવામાં આવતી હોવાનું મહિલાએ જણાવ્યું હતું. પીડિત મહિલાએ સંયુક્ત કુટુંબમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેમજ સસરા દ્વારા માનસિક હેરાનગતિ થતી હોવાની રજૂઆત કરી હતી.
ત્યારબાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ટીમ દ્વારા સસરાને સમજાવવામાં આવ્યું હતું કે પરિવારના સભ્યો સાથે માનસિક દબાણ, અપમાનજનક વર્તન અથવા હેરાનગતિ કરવી યોગ્ય નથી. તેમજ પરિવારિક સંબંધોમાં પરસ્પર સમજણ અને સન્માન જાળવવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાયદાકીય સમજના ભાગરૂપે પરિવારના સભ્યોના અધિકારો અને જવાબદારીઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
સમજાવટ અને કાઉન્સેલિંગ બાદ મહિલાના સસરાએ ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું પુનરાવર્તન નહીં થાય તેવી ખાતરી આપી હતી. પીડિત મહિલાએ હાલ કોઈ કાયદાકીય ફરિયાદ નોંધાવવાની ઇચ્છા ન દર્શાવી સમાધાનથી પ્રશ્નનો ઉકેલ લાવવા સંમતિ દર્શાવી હતી. જેથી બંને પક્ષોની સહમતિથી સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.
અંતમાં 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલાને ભવિષ્યમાં કોઈ સમસ્યા સર્જાય તો ફરીથી 181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ મેળવી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
