તાપીમાં જિલ્લા પુરવઠા સમિતિની બેઠક : ઇંધણના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા

0
IMG-20260518-WA0019
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૮. :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને શનિવારે જિલ્લા પુરવઠા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરવામાં આવી હતી.

 

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ બેઠક દરમિયાન “વન નેશન વન રાશન કાર્ડ” યોજનાના અસરકારક અમલીકરણ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. લાભાર્થીઓને સરળતાથી અનાજ મળી રહે, જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત અનાજના જથ્થાની ઉપલબ્ધતા જળવાઈ રહે તેમજ વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુચારૂ રહે તે માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજનું વિતરણ થાય, મશીનો મારફતે યોગ્ય રીતે વિતરણ પ્રક્રિયા અમલમાં મુકાય અને લાભાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા સહિત વિભાગના કર્મચારીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *